વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જલારામ જયંતિ અવસરે ઉમરગામ તાલુકાના મરોલી, સરોન્ડા, નારગોલ, ટીંભી અને કરમબેલે ખાતે જલારામ મંદિરમાં જલારામબાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જલારામ જયંતિ મહોત્સવ ઉજવણીની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. ટીંભી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરાયું હતું. દરેક સ્થળોએ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. મંત્રીશ્રીઅી આ મુલાકાત વેળાએ સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, સંબંધિત ગામોના સરપંચો, અગ્રણી મુકેશભાઇ પટેલ, ભક્તજનો ઉપસ્થિત રહયા હતા.
-૦૦૦-
ફલધરા ખાતે જલારામ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી
=====
આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જલાબાપાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા
====
વલસાડ તાલુકાના ફલધરા ખાતે જલારામ જયંતિ અવસરે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જલારામબાપાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. આ પાવનપર્વે મંત્રીશ્રીએ ભક્તજનો માટે બનાવાયેલા મહાપ્રસાદનું વિતરણ કરી શરૂઆત કરાવી હતી. આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, જલારામધામ ફલધરાના ફુલસિંગભાઇ પટેલ, સરપંચ, ગ્રામજનો સહિત હજ્જાઓની સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહયા હતા.