માહિતી બ્યુરો : વલસાડઃ તા. ૨૦ : વલસાડ જિલ્લા યુવા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી. આ બેઠકમાં નહેરૂ યુવા કેન્દ્ર વલસાડના જિલ્લા યુવા સંયોજક સત્યજીત સંતોષ દ્વારા વાર્ષિક એકશન પ્લાન અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. એકશન પ્લાનમાં આત્મનિર્ભર, કોવિદ-૧૯ અંગે જનજાગૃતિ, ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ, સ્વચ્છ ગામ -હરિયાળું ગામ, જળ જાગરણ, આપત્તિ સમયે સાવચેતી જેવી બાબતોને આવરી લેવાઇ હોવાનું જણાવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી રાવલે એકશન પ્લાન બનાવીને વધુને વધુ યુવાનોને આવરી લઇ કામગીરી કરવા, તમામ કામગીરી કોવિદ-૧૯ની માર્ગદર્શિકાને અનુસરી જાહેર કાર્યક્રમોને નકારી ઓનલાઇન કાર્યક્રમો યોજી યુવા વર્ગને ઉપયોગી થાય એવા સક્રિય કાર્યો કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા