5.9 C
New York
Monday, Feb 6, 2023
Star Media News
Breaking News
News

વલસાડ જિલ્લાના અટગામના ૬૬ કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. 

૨૪ કલાક વીજળી c c ffઆપવાના ધ્યેયમાં સરકાર સફળ થઈ છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ


નવા સબ સ્ટેશનથી ૧૭ ગામોના ૬૦૧૪ વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો રહેશે


વલસાડ.  વલસાડ તાલુકાના અટગામ ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા નિર્મિત વલસાડ તાલુકાના અટગામ ગામમાં ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ અને ડાંગ સાંસદ ડૉ.કે.સી.પટેલ અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂ. ૯.૪૪ના ખર્ચે તૈયાર કરાયેલા આ સબ સ્ટેશનોનું લોકાર્પણ થતા આસપાસના ૮ કિમી સુધીના વિસ્તારમાં આવેલા કુલ ૧૭ ગામના ૬૦૧૪ વીજ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે.


આ પ્રસંગે દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ સાથે સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપતા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ઘરે ઘરે ૨૪ કલાક વીજ પુરવઠો મળતો રહે તે માટે નવા સબ સ્ટેશનો નંખાઈ રહ્યા છે, હવે લો વોલ્ટેજ અને વીજકાપની ફરિયાદો ભૂતકાળ બની છે. જે માટે ડીજીવીસીએલની સમગ્ર ટીમને અભિનંદન આપવા પડે છે. હવે આ વિસ્તારના લોકોને ખૂબ સારી સુવિધા મળશે તેમજ વીજળીના દરેક પ્રશ્નોનો પણ ઉકેલ આવશે. અમે ૨૪ કલાક વીજળીનો ધ્યેય પૂર્ણ કરવા માટે પ્રયાસો કર્યા છે અને એમાં સફળ પણ થયા છીએ.


ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, પહેલા અનેક વિસ્તારમાં લો વોલ્ટેજની ફરિયાદ આવતી હતી જેને ઉકેલવા માટે ૬૬ કેવીના સબ સ્ટેશન બની રહ્યા છે. ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્નથી પાયાની જરૂરીયાત એવી વીજળી ગુણવત્તાસભર રીતે રહેણાંક, ઉદ્યોગો અને ખેડૂતોને પણ મળી રહી છે. નવા સબ સ્ટેશનથી પૂરતા દબાણથી વિના વિક્ષેપે વીજળી મળશે. નવા વીજ જોડાણો પણ આપી શકાશે.


અટગામ સબ સ્ટેશન રૂ. ૯.૪૪ કરોડના ખર્ચે બન્યું છે. રાજ્ય સરકારની ટ્રાઈબલ એરિયા સબ પ્લાન્ટ ગ્રાંટ હેઠળ પછાત વિસ્તારમાં મુડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા વિના માત્ર આ વિસ્તારમાં રહેતા લોકોના વિકાસ અર્થે સબ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનમાં ૧૧ કેવી ના કુલ પાંચ ફીડરો સ્થાપિત થશે જેના દ્વારા ફણસવાડા, અટગામ, રોજા સામર, ચોબડીયા, ધનોરી, એંદરગોટા, સહિત કુલ ૧૭ ગામોના રહેણાંકના ૪૧૫૭, વાણીજ્ય ૧૯૦, ઔધોગિક ૨૧, પાણી પૂરવઠા ૫૫, સ્ટ્રીટલાઇટ ૬૨, ખેતીવાડી ૧૫૨૮ અને ૧ એચ. ટી. લાઈન મળી કુલ ૬૦૧૪ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે.


કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કમલેશ ઠાકોર, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી કલ્પનાબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દેવાંશીબેન શાહ, ગામના સરપંચ, ડીજીવીસીએલ વલસાડ વિભાગના અધિક્ષક ઈજનેર એમ.એમ.પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

महाराष्ट्र सूचना अधिकार दिवस पर अनिल गलगली ने की कानून का इस्तेमाल करने की अपील। 

cradmin

शिव लीला और शिव विवाह की कथा सुनकर श्रोता हुए भाव विभोर, दहिसर में सुधीर महाराज की कथा का दूसरा दिन

starmedia news

पद्मश्री रज्जू भाई श्राफ द्वारा मेधावी छात्रा अदिति पांडे का हुआ सम्मान। 

cradmin

Leave a Comment