23.9 C
New York
Wednesday, May 22, 2024
Star Media News
Breaking News
Breaking NewsEventsगुजरातप्रदेश

પારડીની એન. કે. દેસાઈ કોલેજમાં એન્ટરપ્રેનીયર શિપ અવરનેશ વર્કશોપ યોજાયો

સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે યુવાઓને સમજણ આપવામાં આવી:-

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 
 વલસાડ:– પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં 27 સપ્ટેમ્બર 2023 ના રોજ “Entrepreneurship Awareness Programme”નું ભારત સરકાર સંચાલિત MSME DFO સિલવાસા બ્રાન્ચ દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
MSME સિલવાસા બ્રાન્ચ ના ડાયરેક્ટર નીતિન ચાવલા દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અને તેના માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. દેવકીબા કોલેજ સિલવાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. સીમા પિલ્લઈ દ્વારા એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ તેના પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. એન કે દેસાઈ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ માટે સ્કીલ ડેવલોપમેન્ટ વિષય અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા સાથે તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભાગ લેનાર ૭૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન કે દેસાઈ કોલેજના પ્રાધ્યાપકો ડો. મમતાસિંહ યદુવંશી અને નિરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related posts

वापी ट्रांसपोर्ट एसोसिएशन द्वारा क्रिकेट प्रतियोगिता का भव्य आयोजन, 16 टीमों के बीच में होगा मुकाबला। 

cradmin

भारत में रबर का दूसरा घर बनने को तैयार- डॉ. जेड पी पटेल

starmedia news

बुद्ध जयंती के अवसर पर वापी में धम्मरैली एवं आंतरराष्ट्रीय बोद्ध महापर्व धूमधाम से संपन्न

starmedia news

Leave a Comment