11.4 C
New York
Monday, May 13, 2024
Star Media News
Breaking News
Breaking Newsगुजरातप्रदेश

વલસાડ જિલ્લામાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે ૧૮૧ અભયમ તૈનાત

 અભયમની ટીમ ગરબા સ્થળે બે કલાક સુધી પેટ્રોલિંગ પણ કરશે:-

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 
 વલસાડ:- મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પલાઇન એટલે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિઃશુલ્ક સેવા આપે છે. નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં આવતી મહિલાઓ અને યુવતીઓને મદદની જરૂર પડે તો અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત છે. આ ટીમ ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુધી પેટ્રોલિંગ પણ કરશે. અભયમ રેસ્ક્યુ ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોંચાડવા માટે સજજ છે. જેથી મહિલાઓ સુરક્ષિતાના અહેસાસ સાથે નિર્ભય રીતે ગરબાની મજા માણી શકશે.
૧૮૧ હેલ્પલાઈન દ્વારા મહિલાઓને સૂચન કરાયું કે, ગરબા સ્થળે પરિચિત ગ્રૃપ સાથે રહેવુ, નિર્ધારિત સમયે ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી, અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડડ્રીંક લેવાનું ટાળો, અજાણી વ્યક્તિને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓને અનુસરવાથી સુરક્ષિત અને આનંદથી નવરાત્રિ પર્વ ઉજવાશે. કોઈ પણ આપત્તિ કે ભયજનક પરિસ્થિતિનાં સમયે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળશે. આ ઉપરાંત સ્માર્ટ મોબાઈલ મા “૧૮૧ અભયમ” એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.

Related posts

दमन इंडस्ट्रीज़ एसोसिएशन चुनाव के उम्मीदवारों के फॉर्म की हुई स्क्रूटनी

starmedia news

आयुक्त दिलीप ढोले ने की श्री एल आर तिवारी कॉलेज ऑफ लॉ की सराहना

starmedia news

उमरगांव में पूर्व सरपंच द्वारा गौचरण की भूमि पर करोड़ों के धोखाधड़ी करने का आरोप,

starmedia news

Leave a Comment