10.7 C
New York
Sunday, Apr 28, 2024
Star Media News
Breaking News
Breaking Newsगुजरातप्रदेश

કપરાડાના દહીંખેડમાં આંખ, દાંત અને જનરલ મેડિકલ કેમ્પનો ૩૮૫ દર્દીઓએ લાભ લીધો

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 
વલસાડ:--વલસાડની પુસ્તક પરબ સંસ્થા દ્વારા આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, અને ડૉ. પરમાર્સ આદર્શ ક્લિનિકના સહયોગથી આંખ, દાંત તથા જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ. હર્ષિદા પટેલ – આંખના નિષ્ણાંત, ડૉ. પ્રતીક પરમાર- દાંતના નિષ્ણાંત, ડૉ. પારુલ પરમાર (કન્સલ્ટ ફિઝીશ્યન અને કિલનિકલ કાર્ડિયોલોજીસ્ટ)ની સેવાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળ્યો હતો.
આ કેમ્પમાં આંખના ૨૨૫ દર્દીને તપાસવામાં આવ્યા હતા. જેમાં ૧૪૫ લોકોને ચશ્મા તથા ૧૩ના મોતિયાના ઓપરેશન થશે. ડૉ. પ્રતિક પરમાર દ્વારા દાંતના અને પેઢાના રોગો જેવાં કે દાંતનો સડો, દૂધિયા દાંતની તકલીફ, પાયોરિયા, મોઢાની દુર્ગંધ વગેરે મળી ૫૫ દર્દીઓનું નિદાન તથા સારવાર કરી ૨૦ લોકોના દાંત પાડવામાં આવ્યા હતા. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાઈરોઇડ, સિકલસેલ, એનિમિયા તથા વાઈરલ સહિતની બિમારીથી પીડિત કુલ ૧૧૦ લોકોને ડૉ. પારુલ પરમાર દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી.
પુસ્તક પરબ સંસ્થાના જ્યંતિભાઈ મિસ્ત્રી, પ્રા.ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ, દેવરાજ બાપા, દહીંખેડ પ્રાથમિક શાળાના આચાર્ય કુલદીપ ગઢવી સ્ટાફ પરિવાર, વિદ્યાર્થી વત્સલ રાઠોડ, રિતેશ ભંવર તથા તાલુકા પંચાયતના માજીસભ્ય રમજુભાઈ મુહૂડકર, CRC મહેશભાઈ ગાંવિત, CRC વિમલભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. ARDF અતુલના પારસ પટેલ તથા RNCના દિલીપભાઈ દેસાઈ તથા સમગ્ર મેડિકલ કેમ્પમાં ૨૭ સભ્યોની ટીમની ઉત્કૃષ્ટ સેવાનો લાભ કુલ ૩૮૫ દર્દીઓને મળ્યો હતો.

Related posts

वलसाड रेलवे स्टेशन से जम्मू तवी स्पेशल सुपरफास्ट एसी ट्रेन माता जी के जयकारा के साथ हुई रवाना 

starmedia news

छात्रों को प्रोत्साहित करने हेतु “बिजनेस बाजीगर” की अहम भूमिका

starmedia news

वलसाड के जायंट्स ग्रुप द्वारा जानी-मानी स्त्री रोग विशेषज्ञ डॉ. योगिनी रोलेकर के वक्तव्य का आयोजन किया। 

cradmin

Leave a Comment