10.2 C
New York
Sunday, May 12, 2024
Star Media News
Breaking News
Breaking Newsगुजरातप्रदेश

વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલાલક્ષી યોજનાનો સેમિનાર યોજાયો

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 

વલસાડ:– વલસાડ જિલ્લાના વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલાલક્ષી યોજનાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં “DHEW’ ‘ના જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, “બેટી બચાવો, બેટી પઢાઓ યોજના”, વ્હાલી દિકરી યોજના અને સખી વન સ્ટોપ સેન્ટર વગેરે વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વાપીના PBSCના કાઉન્સિલર નેહાબેન પટેલ દ્વારા PBSC સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વુમન હેડ કોન્સ્ટેબલ વાસંતીબેન દ્વારા SHE Teamની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ અભયમની ટીમના પ્રિયંકાબેન દ્વારા ૧૮૧ અભયમની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્ર્મમાં વાપીના તાલુકા વિકાસ અધિકારી એસ.એ.જેઠવા, વાપી તાલુકાના સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર, SHE Team વાપી સ્ટાફ, PBSC વાપીના કાઉન્સિલર અને ૧૮૧ અભયમની ટીમ હાજર રહ્યા હતા.

Related posts

Coconut Cha Raja The Biggest Corporate Ganpati Celebration Will Embark On Final Journey Amid Colours-Dhol-Drums And Ganpati Bappa Moreya Chants

cradmin

Narendra Modi Fan Club Organised GHUME ENO GARBO Celebration Of Honorable PM Narendra Modi’s 69th Birthday

cradmin

वलसाड जिला में जूनियर क्लार्क की स्पर्धात्मक परीक्षा केंद्रों के 100 मीटर के दायरे में जेरोक्स मशीनों के संचालन पर रोक

starmedia news

Leave a Comment