16.6 C
New York
Wednesday, May 1, 2024
Star Media News
Breaking News
Breaking Newsगुजरातप्रदेश

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્તો માટે સ્પેશિયલ એસટી બસ દોડાવશે


વલસાડથી નારેશ્વર ધામ, ધરમપુરથી ડાકોર અને નવસારીથી પાવાગઢ બસની સુવિધા ઉપલબ્ધ:-

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 

 વલસાડ:- પાવાગઢ, ડાકોર અને નારેશ્વર તીર્થ સ્થળોએ દર પૂનમ ભરવા માટે જતા ભક્તો માટે વલસાડ એસટીના વિભાગીય નિયામક એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ પૂનમ દર્શન સ્પેશિયલ બસ સેવા આગામી તા. ૨૯મી સપ્ટેમ્બરના રોજથી શરૂ થનાર છે. જેનું ઓનલાઈન બુકિંગ www.gsrtc.in પર શરૂ થઈ ગયું છે.
વલસાડથી નારેશ્વર બ્રહ્મલીન સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજના પવિત્ર ધામ માટે તા. ૨૯-૯-૨૩ના રોજ સવારે ૬ વાગ્યે બસ ઉપડી વાયા ચીખલી, નવસારી-૭-૧૫, સુરત-૮-૨૦, અંકલેશ્વર, ભરૂચ થઈ ૧૦-૩૫ કલાકે નારેશ્વર પહોંચાડશે. બે કલાક વિશ્રામ અને પૂનમ દર્શન માટેનો સમય આપી બપોરે ૧૨-૩૦ કલાકે પરત ઉપડી વલસાડ ખાતે સાંજે ૦૫-૦૫ કલાકે આવશે. જેમાં જવા અને આવવાનું ભાડું ઓનલાઈન બુકિંગ કરનારે રૂ. ૫૨૮/-ચૂકવવું પડશે. જ્યારે એક તરફી ભાડુ રૂ. ૨૬૪ રહેશે.
ધરમપુરથી ડાકોર યાત્રાધામ માટેની બસ ગુરૂવાર તા. ૨૮મી ની રાત્રે ૯ કલાકે ઉપડી વાયા વલસાડ- ૨૧-૪૦, ચીખલી નવસારી- ૨૩-૦૦, સુરત-રાત્રે ૧૨-૧૦, વડોદરા થઈ મળસ્કે ૪-૫૫ કલાકે ડાકોર પહોંચાડશે. જે બસ ૯ કલાક રોકાણ કરી દર્શનાર્થીઓને લઈને બપોરે ૨ વાગ્યે ફરી પરત થવા ઉપડી ધરમપુર રાત્રે ૯-૫૫ કલાકે આવશે. જેમાં જવા તથા આવવાનું ઓનલાઇન બુકિંગ કરાવનારનું ભાડું રૂ. ૬૭૬ થશે. જ્યારે એક તરફી ભાડુ રૂ. ૩૩૮ રહેશે.
નવસારીથી પાવાગઢની બસ પણ તા. ૨૮મીની રાત્રે ૧૦ વાગ્યે ઉપડી મળસ્કે ૩-૩૦ વાગે પાવાગઢ વાયા સુરત- ૨૩-૧૦, અંકલેશ્વર ભરૂચ વડોદરા થઈ પહોંચાડશે જે ત્યાંથી ૯ કલાકનો વિરામ કરી બપોરે ૧૨-૩૦ વાગે ઉપડી નવસારી સાંજે ૬ કલાકે આવશે. જેમાં આવવા જવાનું ઓનલાઇન બુકિંગ કરતા રૂ.૫૫૬ ભાડા દર લાગશે. જ્યારે એક તરફી ભાડુ રૂ. ૨૭૮ રહેશે.

Related posts

सावधान !! 40 से अधिक बैंक ग्राहकों ने 4 दिन में गंवाए लाखों रुपये

starmedia news

महिला दिवस के उपलक्ष में स्त्री रोग संबंधी समस्या पर सेमिनार एवं हरिया एल.जी. रोटरी अस्पताल के साथ एमओयू किया गया

starmedia news

31 मई को दिल्ली में मनाया जाएगा राजमाता महारानी अहिल्या देवी होल्कर की 298 वीं जयंती

starmedia news

Leave a Comment