14.5 C
New York
Sunday, Apr 28, 2024
Star Media News
Breaking News
Breaking Newsगुजरातप्रदेश

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સની બેઠક મળી

નવરાત્રિમાં વિવિધ ગરબા સ્થળે સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા સૂચન કરાયુ:-

 વલસાડમાં સખી વન સ્ટોપ સેન્ટર માટે જમીન અને કપરાડામાં પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર માટે દરખાસ્ત કરવા જણાવ્યું:-

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 
 વલસાડ:– વલસાડ જિલ્લા કલેકટરશ્રી વતી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર (PBSC) ની જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં નવરાત્રીના દિવસો દરમિયાન વિવિધ ગરબા સ્થળો પર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર માટે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સેન્ટર પર ચાલતા વિવિધ કેસો અને ગ્રાંટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. હેલ્પલાઇન નંબર ૧૮૧ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન બેટી બચાવો, બેટી પઢાવો યોજનાના વિવિધ કાર્યક્રમો વિશે ચર્ચા થઈ હતી. ડ્રોપ આઉટ કિશોરીઓને વિવિધ ટ્રેનિંગમાં જોડવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. શાળાની કિશોરીઓને Menstrual Hygiene વિશે તાલીમ આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચન કર્યુ હતું. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન(DHEW) દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. PBSC સેન્ટરમાં આવતા વિવિધ કેસો વિશે ચર્ચા કરવામાં આવી હતી. કપરાડામાં નવા સેન્ટર માટે દરખાસ્ત મોકલવા બાબત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા એકમ, ICDS વિભાગ, બાળ સંરક્ષણ ગૃહ ધરાસણા અને તમામ સમિતિના સભ્યો, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, OSC સ્ટાફ હાજર રહ્યો હતો.

Related posts

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત  ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનજી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ ગાંધીનગર ખાતે સંપન્ન

starmedia news

भारतीय प्रतिभाओं के कारण सेमीकंडक्टर उद्योग को भारत पर विश्‍वास – प्रधानमंत्री नरेंद्र मोदी 

starmedia news

शिक्षक जागृत  समाज की चेतना होता है  – डॉ ग्रेस पिंटो 

starmedia news

Leave a Comment