16.9 C
New York
Tuesday, May 14, 2024
Star Media News
Breaking News
Breaking Newsगुजरातप्रदेश

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુરમાં રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા પુસ્તકાલયનું તા. ૨૩ ઓક્ટો.એ ખાતમુહૂર્ત કરાશે

રીન્યુએબલ એનર્જી – સોલાર રૂફ ટોપનો ૬ – KVAના પ્લાન્ટની સુવિધા, CCTV કેમેરા અને ફાયર સેફટીની સુવિધા પણ હશે:–

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 
 વલસાડ:- ધરમપુર તાલુકાના પ્રજાજનોના વાંચનની સુવિધા માટે વલસાડ જિલ્લા પંચાયત અને ધરમપુર તાલુકા પંચાયત દ્વારા ધરમપુર તાલુકા પંચાયતની બાજુમાં એક પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૩ ઓક્ટોબરને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે નવા ‘પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ, તાલુકા પંચાયત – ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી (વ્યાજની રકમ) રૂ. ૩૫ લાખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ગ્રાન્ટમાંથી (વર્ષ ૨૦૨૩-૨૪) રૂ. ૩૦ લાખ મળી કુલ રૂ. ૧.૧૫ કરોડની ગ્રાન્ટ મંજુર થતા નવા પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં કુલ બે વિશાળ ખંડો (જેમાં ૧- ભોંયતળિયે અને ૧ -પ્રથમ માળે), ૧- પુસ્તકો માટેનો ખંડ, ૧ – ગ્રંથપાલ (લાબ્રેરીયન) માટે ઓફિસ, જરૂરી ફર્નિચર, પીવાના પાણીની સુવિધા અને સ્ત્રી-પુરુષ માટે અલગ-અલગ વોશરૂમની સુવિધા ભોંયતળીયે (ગ્રાઉન્ડ ફ્લોર) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, આ પુસ્તકાલયમાં રીન્યુએબલ એનર્જી – સોલાર રૂફ ટોપનો ૬ – KVAના પ્લાન્ટની સુવિધા, CCTV કેમેરા અને ફાયર સેફટીની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં વિવિધ પ્રકારના પુસ્તકો જેવા કે ધોરણ ૬ થી ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકોના અભ્યાસને લગતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો, સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અભ્યાર્થીઓ માટે વિવિધ પ્રકાશનોના પુસ્તકો, દૈનિક વર્તમાનપત્ર, માસિક મેગેઝિન અને બાળકોથી લઇ સીનીયર સિટિઝનના વાંચન માટે વિવિધ પ્રકાશનોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પુસ્તકાલયની જાળવણી અને સંચાલન માટે રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના નિયામકશ્રી, ગ્રંથાલય કચેરી- ગાંધીનગર દ્વારા ગ્રંથપાલ, જુનિયર કારકુન વિગેરે કર્મચારીઓની નિમણૂક કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

जिला विकास अधिकारी मनीष गुरवानी की अध्यक्षता में जिला स्वास्थ्य अधिकारियों के साथ की गई बैठक

starmedia news

जिला पंचायत अध्यक्ष मनहरभाई पटेल की अध्यक्षता में पंचगव्य शिविर का आयोजन

starmedia news

वापी की श्री एल जी हरिया मल्टिपर्पज स्कूल के विधार्थियों ने स्पर्धा में जीत का परचम लहराया। 

cradmin

Leave a Comment