19.8 C
New York
Wednesday, May 15, 2024
Star Media News
Breaking News
Breaking NewsEventsगुजरातप्रदेश

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વર્લ્ડ આર્થરાઈટીસ ડે સંદર્ભે એક્સપર્ટ ટોક યોજાયો

સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, 

વાપી:- શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ ૧૨ ઓકટોબર ૨૦૨૩ ગુરુવારના રોજ વર્લ્ડ આર્થરાઈટીસ ડે સંદર્ભે એક્સપર્ટ ટોક યોજાયો. જેનો મુખ્ય હેતુ વિશ્વભરમાં સંધિવા અને આ સ્થિતિથી અસરગ્રસ્ત લોકોના જીવન પર તેની અસર અંગેની સમજ તેમજ પોષણ અંગે જાગૃતિ અને પ્રોત્સાહન આપવા માટેનો હતો. આ એક્સપર્ટ ટોકમાં બે જુદા જુદા વિષયો પર અલગ અલગ નિષ્ણાંતો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કેમ્પસ એકેડેમી ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રી હર્ષ લાડના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્મના શુભારંભમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ ઓસ્ટિઓઆર્થરાઈટિસને સમજવું અને માનવ સુખાકારીને વધારવામાં પોષણની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું.

ડૉ. વિકાસ જૈન, એક પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક સર્જન, 3 D ટેકનોલોજી એક્સપર્ટ અને આરોગ્યમ ગ્રુપ ઓફ હેલ્થ કેર કંપનીસ ના C.E.O. અને ફાઉન્ડર કે જેમણે સંધિવા પરના મહત્વના મુદ્દા જેવા કે “ઓસ્ટિઓઆર્થરાઈટીસ અને જીવનની ગુણવત્તા” પર વ્યાપક વાર્તાલાપ આપ્યો હતો. તેમની રજૂઆત ઓસ્ટિઓઆર્થરાઈટીસના કારણો, લક્ષણો, નિદાન અને વ્યવસ્થાપન પર કેન્દ્રિત હતી. ડૉ. જૈને ઑસ્ટિયોઆર્થરાઇટિસ સાથે જીવતા વ્યક્તિઓ માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રારંભિક તપાસ, જીવનશૈલીમાં ફેરફાર અને ઉપલબ્ધ વિવિધ સારવાર વિકલ્પોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમની સમજદાર ચર્ચાએ ઉપસ્થિતોને સંધિવાના આ સામાન્ય સ્વરૂપને સમજવા અને તેનો સામનો કરવામાં મદદ કરવા માટે મૂલ્યવાન માહિતી પ્રદાન કરી હતી.

આ ઉપરાંત રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ન્યુટ્રિશન એક્સપર્ટ કુમારી લુભીના શર્માએ “માનવ સુખાકારી માટે પોષણની સંભાળ” પર ઉપયોગી માહિતી આપી હતી. તેમણે મુખ્ય ભૂમિકાને સંબોધિત કરી કે પોષણ તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં અને સંધિવા સહિત વિવિધ આરોગ્ય પરિસ્થિતિઓને રોકવામાં મહત્વનો ભાગ ભજવે છે તથા એકંદર આરોગ્ય અને સુખાકારી માટે પોષણને શ્રેષ્ઠ બનાવવા માટે વ્યવહારુ આહાર માર્ગદર્શિકા વિષે પણ માહિતી આપી હતી.

આ બદલ ડો.સચિન નારખેડેએ, ડૉ. વિકાસ જૈન અને કુમારી લુભિના શર્માનો આ કાર્યક્રમમાં તેમના અમૂલ્ય યોગદાન માટે અને સંધિવા પ્રત્યે જાગૃતિ અને એકંદર આરોગ્યને ટેકો આપવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ નું સમાપન એસોસીયેટ પ્રોફેસર શ્રીમતી નેહા વડગામા દ્વારા અભરવિધિની સાથે રાષ્ટ્રગાનથી થઈ હતી.

જે બદલ શ્રી સ્વામિનારાયણ  સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્ટાફે અભાર માન્યો.

Related posts

केबीएस एवं नटराज कॉलेज में आयोजित किया गया आत्मनिर्भर भारत पर सेमिनार

starmedia news

ओपीडी में शराब पीते रहे अधीक्षक, तड़पती रही प्रसूता, जमकर हुआ हंगामा

starmedia news

बेईमानों और भ्रष्टाचारियों के लिए भारत सबसे सुरक्षित देश–अश्विनी उपाध्याय

starmedia news

Leave a Comment