13.7 C
New York
Sunday, Apr 28, 2024
Star Media News
Breaking News
Breaking NewsExclusive Newsगुजरातप्रदेशसामाजिक सरोकार

સ્વચ્છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના ૩૯ ગામ સાથે અતુલ ફાઉન્ડેશને કર્યા એમઓયુ

“સ્વચ્છ તન-મન, સ્વસ્થ માણસની ઓળખ, સ્વચ્છ દેશ, વિકાસશીલ ભારતની ઓળખ”

૩૯ પૈકી ૨૯ ગામમાં અમલીકરણ થતા ૬૯૮.૭૨૮ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરાયો નિકાલ:-

ડોર ટુ ડોર કલેક્શન, સેગ્રીગેશન, સફાઈ કામદારોને તાલીમ અને દર ૩ માસે કામગીરીની કરાઈ છે સમીક્ષા:-

 ખેડૂતોને બજારમાં ૫૦ રૂપિયે કિલો મળતુ વર્મી કમ્પોસ્ટ ખાતર માત્ર ૫ થી ૧૦ રૂપિયામાં અપાય છે:

કાપડના કચરાને રિસાયકલ કરી ગાદલા અને ગોદડી બનાવી જરૂરીયાતમંદોને કરાઈ છે નિઃશૂલ્ક વિતરણ:-

સ્ટાર મીડિયા ન્યૂઝ,  

વલસાડ:– મહાત્મા ગાંધીજીના મુલ્યોને ચરિતાર્થ કરવા સ્વચ્છતા અભિયાનને ભારતના જન-જનનો ભાગ બનાવનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ગુજરાતના છેવાડાનો વલસાડ જિલ્લો ખરા અર્થમાં સાકાર કરી રહ્યો છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન જન આંદોલન બનતા જિલ્લાના પ્રવાસન સ્થળો ધરાવતા ગામડા અને હાઈવેને અડીને આવેલા ગામડા સ્વચ્છતાની મિશાલ બને તેવા શુભ આશય સાથે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ૩૯ ગ્રામ પંચાયત, સ્વચ્છ ભારત મિશન અને અતુલ ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૯ ગામમાં દૈનિક સફાઈ અભિયાન શરૂ કરી ૬૯૮.૭૨૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. કચરાનો યોગ્ય ઢબે નિકાલ થાય તે માટે ગ્રામજનોને ૧૦૫૬૫ થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલુ સ્વચ્છતા અભિયાન હવે જનઆંદોલન બની ચૂક્યું છે. સ્વચ્છતા થકી સમૃદ્ધિનો ઉજાસ ગામે ગામ પથરાય રહ્યો છે. ત્યારે અતુલ ફાઉન્ડેશન દ્વારા ૩૯ ગામડાઓમાં મોટા પાયે શરૂ કરાયેલુ સ્વચ્છતા હી સેવા મિશન અંગે અતુલ ફાઉન્ડેશનના વેસ્ટ મેનેજમેન્ટના ઓફિસર ધવલ ચુડાસમાએ જણાવ્યું કે, સ્વચ્છતા એ આપણી નૈતિક ફરજ છે. જેથી વિકેન્દ્રિત કચરો વ્યવસ્થાપન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ગામડાઓમાં સ્વચ્છતાની જયોત હંમેશા ઝળહળતી રહે તે માટે ગામમાં ડોર ટુ ડોર કલેક્શન, સેગ્રીગેશન તેમજ સફાઈ સાથે જોડાયેલા કામદારો અને સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે તે માટે તાલીમબધ્ધ કરવા અને ગ્રામજનોને જાગૃત કરવા વિવિધ પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિ માટે એમઓયુ કરાયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિમાયેલા પ્રતિનિધિની અધ્યક્ષતામાં દર ૩ માસે કામગીરીની સમીક્ષા થાય છે. અતુલ ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૦ સુધીની વસ્તી ધરાવતા ગામોમાં પાંચ અને ૨૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં ૮ ડસ્ટબીન અને ડોર ટુ ડોર કલેકશન માટે અત્યાર સુધીમાં ૭ ગામોમાં ૯ ટ્રાયસિકલ અને ઈ- વાહન પણ આપવામાં આવ્યા છે.


બ્લ્યુ, ગ્રીન અને રેડ કચરાપેટીમાં રોજે રોજ સૂકો, ભીનો અને હાનિકારક કચરો એકત્રિત કરી તેને સેગ્રીગેશન શેડમાં લાવી ત્યાં ૧૭ કેટેગરીમાં વર્ગીકરણ કરી યોગ્ય ઢબે નિકાલ કરાય છે. આ સિવાય મહિને એક વાર ઈ-વેસ્ટ પણ કલેકટ કરવામાં આવે છે. કચરામાંથી વિવિધ પ્રોસેસ બાદ ૪૦ દિવસમાં વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. જે ખાતર બજારમાં ૫૦ રૂપિયે કિલો મળતુ હોય છે તે અહીં માત્ર ૫ થી ૧૦ રૂપિયામાં મળે છે. જેથી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળી જમીન અને પર્યાવરણની જાળવણી કરવાનો હેતુ પણ સાર્થક થાય છે. આ સિવાય અમુક કચરો જેમકે કાપડ હોય તો તેને રિ-સાયકલ કરવુ મુશ્કેલ હોય છે તો તેને ડેટોલથી ધોઈને પ્રોસેસ કરી તેમાંથી ગાદલા અને ગોદડી બનાવી ગરીબ તેમજ જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આમ અનેકવિધ નવીનતમ પહેલ સાથે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનની ગુંજ ગામે ગામ પહોંચી રહી છે.

નવી પહેલઃ રસ્તે કચરો વીણતા લોકો પાસેથી કચરો એકત્ર કરીને તેઓને મહિને રૂ. ૧૩,૨૩૦ વેતન અપાઈ છે:-

ઘણીવાર આપણે જોતા હોય છે કે, કેટલાક લોકો રસ્તા પર કચરો વીણતા હોય છે. આ લોકો એક રીતે સફાઈ કામગીરી કરતા હોય છે. આવા લોકોને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અતુલ ફાઉન્ડેશને ભેગા કરી જાહેર રસ્તા કે રહેણાંક વિસ્તારોમાંથી તેઓએ વીણેલો કચરો એક્ત્ર કરી તેના બદલામાં લઘુત્તમ વેતન દર હેઠળ તેઓને રોજના રૂ. ૪૪૧ ચૂકવવામાં આવે છે. આ પ્રોજેક્ટથી કચરાનું સૂક્ષ્મ વિભાજન અને રેગ પીકર્સની કુશળતાપૂર્વક કામ કરવાની ક્ષમતા પણ વધે છે. તેઓને રોજગારી મળવાથી આજીવિકા અને જીવન ગુણવત્તામાં સુધારો થતા સામાજિક અને આર્થિક ઉત્થાન પણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં પારનેરા ડુંગર અને અતુલ હાઈવે પર મુકુંદથી વસયર સુધીના વિસ્તારમાં કચરા વીણતા ૧૧ લોકોને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાયા છે.

ગામ તો સ્વચ્છ થાય જ છે સાથે પંચાયતને આવક પણ મળે છેઃ ઉપસરપંચ દર્શલ દેસાઈ:

અતુલ ગામના ઉપસરપંચ દર્શલભાઈ દેસાઈએ જણાવ્યું કે, ઘન કચરાના નિકાલ માટે અતુલ ફાઉન્ડેશ સાથે એમઓયુ થયા બાદ ઘન કચરાના નિકાલ માટે અતુલ ગ્રામ પંચાયતની હદમાં ૩૮૪૪ વસ્તીના ૮૦૦ જેટલા ઘરોને આવરી લઈ ૧૮ સફાઈ કામદારો રોજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે. આ ઘન કચરાના નિકાલથી ગામ તો સ્વચ્છ રહે જ છે પરંતુ સાથે સાથે ગ્રામ પંચાયતને દર મહિને રૂ. ૨૫૦૦ થી રૂ. ૩૦૦૦ સુધીની આવક પણ મળી રહે છે. તો સૌને વિનંતી કે, આવો, આપણે સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈએ અને ‘સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત’ની સંકલ્પના ચરિતાર્થ કરીએ.

સંકલનઃ- જિજ્ઞેશ સોલંકી

Related posts

उल्हास जिमखाना अतुल द्वारा 18वां उल्हास कप क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया,

starmedia news

सरदार वल्लभभाई पटेल की जयंती के उपलक्ष्य में रन फॉर यूनिटी का किया गया आयोजन

starmedia news

सांसद डॉ श्रीकांत शिंदे की झूठी बदनामी को लेकर बिफरे शिवसैनिक, संजय राऊत की तस्वीर पर चप्पल मारो आंदोलन

starmedia news

Leave a Comment