22.3 C
New York
Thursday, Nov 7, 2024
Star Media News
Breaking News
News

નાની વહિયાળ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ખાતે સમસ્‍ત જલારામ ભક્‍તમંડળ તેમજ વૃક્ષપ્રેમી રતિલાલ પટેલ દ્વારા જલારામ બાપાનો ૨૨૦મો જન્‍મ જયંતિ ઉત્‍સવ તથા નાની વહિયાળ ગામનો ૪૧મો જન્‍મ જયંતિ ઉત્‍સવ ભક્‍તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પાવન અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર તેમજ ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, મંડળના પ્રમુખ ખાલપભાઇ પટેલ, સરપંચ શોભનાબેન સહિત ભાવિક ભક્‍તજનો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જલારામબાપાની સેવાભાવનાને યાદ કરતાં જણાવ્‍યું હતું કે, આ પૃથ્‍વી ઉપર અવતરેલા સાચા સંતોમાં જલારામબાપા એક છે, જેમના જન્‍મદિવસની સમગ્ર રાજ્‍યમાં ઠેર-ઠેર ભક્‍તિભાવપૂર્વક ઉજવણી કરી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે, જેના થકી ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મનું જતન થઇ રહ્યું છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિઃસ્‍વાર્થભાવે સહભાગી થનારા ઉપર હંમેશા ભગવાનની કૃપા રહે જ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, નાની વહિયાળ ગામના લોકો એકતાના સૂર સાથે જોડાયેલા છે, જે અભિનંદનીય છે. મંત્રીશ્રીએ રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શિક્ષિત લોકો હશે તે સમાજ જરૂર આગળ વધશે, તેમ જણાવી સારું અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મેળવવા હિમાયત કરી હતી. મંત્રીશ્રીએ જલારામબાપાની કૃપા સૌની ઉપર રહે અને સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે તેવા શુભાશિષ પણ પાઠવ્‍યા હતા.

ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જલારામ જયંતિની શુભકામના પાઠવી હતી.

ગ્રામ અગ્રણી જયેશભાઇએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

આ અવસરે ડો.રમણભાઇ પટેલ, અગ્રણી મુકેશભાઇ પટેલ, વિજયભાઇ, નવનીતભાઇ, વૃક્ષપ્રેમી રતિલાલભાઇ પટેલ, બિજલ, વૈભવી,  શિવાંગી, સહિત ભાવિક ભક્‍તજનો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક રતિલાલભાઇ પટેલે કર્યું હતું.

Related posts

मुख्याध्यापक धनाजी जाधव का सत्कार समारोह संपन्न

starmedia news

बीएमसी शिक्षक ओमप्रकाश मिश्रा की सेवा सम्पूर्ति सम्मान समारोह संपन्न

starmedia news

शिवसेना के बाद अब NCP में फूट के आसार, राज्य में चूहे बिल्ली के खेल जैसा चल रही है बयानबाजी। 

cradmin

Leave a Comment